Google Oneની વધારાની સેવાની શરતો
છેલ્લે ફેરફાર કર્યાની તારીખ: 11 નવેમ્બર, 2025 |Google Oneનો ઉપયોગ કરવા માટે, તમારે (1) Google સેવાની શરતો અને (2) Google Oneની આ વધારાની સેવાની શરતો (“વધારાની શરતો”)ને સ્વીકારવી આવશ્યક છે. આ વધારાની શરતોમાં વ્યાખ્યાયિત ન હોય તેવી શરતોનો અર્થ Google સેવાની શરતોમાં આપેલા અર્થો મુજબ થાય છે.
કૃપા કરીને આ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો. સાથે જ, આ દસ્તાવેજો “શરતો” તરીકે ઓળખાય છે. તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો ત્યારે તમે અમારી પાસેથી શું અપેક્ષા રાખી શકો અને અમે તમારી પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ તે આ દસ્તાવેજો નિર્ધારિત કરે છે.
તમે તમારી માહિતીને અપડેટ, મેનેજ, નિકાસ અને ડિલીટ કરવાની રીતને સારી રીતે સમજી શકો એ માટે, અમે તમને અમારી પ્રાઇવસી પૉલિસી વાંચવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
1. અમારી સેવા
Google One, Gmail, Google Photos અને Google Drive વચ્ચે શેર કરેલા સશુલ્ક સ્ટોરેજવાળા સબ્સ્ક્રિપ્શન પ્લાન ઑફર કરે છે, જેમાં Google દ્વારા અથવા ત્રીજા પક્ષો મારફતે તમને પૂરા પાડવામાં આવતા વધારાના લાભવાળા સબ્સ્ક્રિપ્શન પ્લાનનો સમાવેશ થાય છે. Google One, Google દ્વારા બનાવેલી અમુક AI સુવિધાઓના સશુલ્ક ઍક્સેસ માટે સબ્સ્ક્રિપ્શન પ્લાન અને AI ક્રેડિટ પણ ઑફર કરે છે. વધારાના આ Googleના અથવા ત્રીજા પક્ષના લાભનો તમારો ઉપયોગ આવા લાભ પર લાગુ થતી સેવાની શરતો દ્વારા સંચાલિત થાય છે. કેટલાક લાભ બધા દેશોમાં ઉપલબ્ધ ન પણ હોય અને અન્ય પ્રતિબંધોને આધીન હોઈ શકે છે. વધુ માહિતી માટે કૃપા કરીને Google Oneના મદદ કેન્દ્રની મુલાકાત લો.
Google Oneની સેવા તમને Google સેવાની શરતોમાં નિર્ધારિત Google એકમ દ્વારા પૂરી પાડવામાં આવે છે. જ્યારે તમે Google One સબ્સ્ક્રિપ્શન અથવા AI ક્રેડિટ ખરીદો છો, ત્યારે તમે વિક્રેતા સાથે એક અલગ કરાર કરો છો, જે Google એકમ (વિભાગ 2 જુઓ) અથવા ત્રીજો પક્ષ હોઈ શકે છે. જો તમારી પાસે કોઈ ત્રીજા પક્ષ અથવા આનુષંગિક મારફતે Google One સબ્સ્ક્રિપ્શન હોય, તો તમારું સબ્સ્ક્રિપ્શન તે ત્રીજા પક્ષ અથવા આનુષંગિકની વધારાની શરતોને આધીન હોઈ શકે છે.
AI ક્રેડિટ
તમે નિયુક્ત AI સુવિધાઓમાં તમારી વિનંતીઓને ચાલુ અને પ્રક્રિયા કરવા માટે AI ક્રેડિટનો ઉપયોગ કરી શકો છો. ચોક્કસ ઍક્શન (દા.ત., વીડિયો જનરેટ કરવા) માટે જરૂરી ક્રેડિટની સંખ્યા સંબંધિત પ્રોડક્ટ અથવા સુવિધામાં તમને જણાવવામાં આવશે. AI સુવિધાઓનો ઉપયોગ કરવા માટે ક્રેડિટની કિંમતમાં ફેરફાર કરવાનો અધિકાર Google આરક્ષિત રાખે છે. AI ક્રેડિટનો ઉપયોગ માત્ર અમુક AI સુવિધાઓ ઍક્સેસ કરવા માટે જ થઈ શકે છે, જે Google દ્વારા સમય સમય પર ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે.
AI ક્રેડિટ ને પ્રાપ્ત કરતી વખતે નિર્ધારિત કરવામાં આવ્યા મુજબ, ચોક્કસ અવધિ પછી તેની સમયસીમા સમાપ્ત થઈ શકે છે.
આ શરતોમાં સ્પષ્ટ રીતે જણાવ્યા સિવાય, AI ક્રેડિટમાં તમારી પાસે કોઈ હક કે માલિકી નથી. તમે અન્ય વપરાશકર્તાને કે એકાઉન્ટમાં AI ક્રેડિટ વેચી કે ટ્રાન્સફર કરી શકો નહીં અથવા AI ક્રેડિટ વેચવાનો કે ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી શકો નહીં. જ્યારે તમે AI ક્રેડિટ ખરીદો, ત્યારે તમે નિયુક્ત કરેલી અમુક AI સુવિધાઓના ઉપયોગ માટે પ્રી-પે કરો છો. AI ક્રેડિટ એ કોઈ ડિજિટલ ચલણ, સિક્યુરિટી, કમૉડિટી અથવા અન્ય કોઈપણ પ્રકારનું નાણાકીય ઇન્સ્ટ્રુમેન્ટ નથી અને તેને કોઈપણ રોકડ મૂલ્ય માટે રિડીમ કરી શકાશે નહીં. AI ક્રેડિટને માત્ર જણાવેલી AI સુવિધાઓ માટે Google ઇકોસિસ્ટમમાં જ રિડીમ કરી શકાય છે. લાગુ થતી કોઈપણ રિફંડ પૉલિસીઓને આધીન રહીને, તમારો Google One પ્લાન સમાપ્ત અથવા રદ થવા પર, ઉપયોગમાં ન લીધેલી કોઈપણ AI ક્રેડિટ અમાન્ય થઈ શકે છે.
AI ક્રેડિટ વિશે અહીં વધુ જાણો.
2. ખરીદી અને ચુકવણી
Google One સબ્સ્ક્રિપ્શન અનિશ્ચિત અવધિ માટે હોય છે અને તમારા સબ્સ્ક્રિપ્શનની શરતો (ઉદાહરણ તરીકે, માસિક, વાર્ષિક અથવા અન્ય અવધિ) અનુસાર દરેક બિલિંગ સાઇકલની શરૂઆતમાં તમારી પાસેથી શુલ્ક વસૂલવામાં આવશે, સિવાય કે તમે અનસબ્સ્ક્રાઇબ કરો.
જ્યારે તમે Google One સબ્સ્ક્રિપ્શન અથવા AI ક્રેડિટ ખરીદો છો, ત્યારે તમારી વિક્રેતા પાસેથી ખરીદી અલગ શરતોને આધીન રહેશે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે Google One સબ્સ્ક્રિપ્શન માટે સાઇન અપ કરો છો અથવા Google Play Store મારફતે AI ક્રેડિટ ખરીદો છો, ત્યારે તમારી ખરીદી Google Playની સેવાની શરતોને આધીન રહેશે.
Google Play Store મારફતે તમારા Google One સબ્સ્ક્રિપ્શન અથવા AI ક્રેડિટની ખરીદી માટેના વિક્રેતા આ છે:
- યુરોપ, મિડલ ઇસ્ટ અને આફ્રિકાના ગ્રાહકો માટે: Google Commerce Limited
- ભારતના ગ્રાહકો માટે: Google Ireland Limited
- બાકીના એશિયા, પેસિફિકના ગ્રાહકો માટે: Google Digital Inc.
- યુનાઇટેડ સ્ટેટ્સ અને બાકીના વિશ્વના ગ્રાહકો માટે: Google LLC.
જ્યારે તમે કોઈ ત્રીજા પક્ષ અથવા આનુષંગિક મારફતે Google One સબ્સ્ક્રિપ્શન અથવા AI ક્રેડિટ ખરીદો છો, ત્યારે તે ત્રીજા પક્ષ અથવા આનુષંગિક તમારી ચુકવણી પદ્ધતિથી શુલ્ક વસૂલશે અને રદ કરવા અને રિફંડ સહિત તમારી ચુકવણીમાં કોઈપણ સમસ્યાઓનું સંચાલન કરવા માટે જવાબદાર રહેશે.
જો વિક્રેતા તમારી પાસેથી Google One સબ્સ્ક્રિપ્શન માટે શુલ્ક વસૂલી શકતા નથી, તો જ્યાં સુધી તમે વિક્રેતા પાસે તમારી ચુકવણીનો પ્રકાર અપડેટ ન કરો ત્યાં સુધી તમે Google One ઍક્સેસ કરી શકશો નહીં. જો તમે તે નોટિસ પછી વાજબી સમયની અંદર તમારી ચુકવણીના પ્રકારને અપડેટ કરવામાં નિષ્ફળ જાઓ છો, તો અમે Google Oneના તમારા ઍક્સેસને રદ અથવા સસ્પેન્ડ કરી શકીએ છીએ.
3. કિંમત અને ઑફરો
ઑફરો. અમે સમય સમય પર Google One સબ્સ્ક્રિપ્શન માટે કોઈ કિંમત વિના અજમાયશ ઑફર કરી શકીએ છીએ. જો તમે Google Oneનું સબ્સ્ક્રિપ્શન ખરીદો છો જેમાં અજમાયશનો સમાવેશ થાય છે, તો તમને અજમાયશ અવધિ દરમિયાન Google Oneનો ઍક્સેસ મળશે. અજમાયશ અવધિની સમાપ્તિ પછી અને લાગુ કાયદા દ્વારા પરવાનગી આપવામાં આવેલી હદ સુધી, જો તમે વિક્રેતાને ચુકવણીનો માન્ય પ્રકાર પ્રદાન કર્યો હોય, તો દરેક બિલિંગ અવધિમાં તમારી પાસેથી સબ્સ્ક્રિપ્શનની કિંમત ઑટોમૅટિક રીતે વસૂલવામાં આવશે અને જ્યાં સુધી તમે તમારું સબ્સ્ક્રિપ્શન રદ ન કરો ત્યાં સુધી શુલ્ક વસૂલવામાં આવશે. કોઈપણ શુલ્ક ટાળવા માટે, તમારે અજમાયશ અવધિ સમાપ્ત થાય તે પહેલાં વિક્રેતાવાળું તમારું સબ્સ્ક્રિપ્શન રદ કરવું આવશ્યક છે. અમે સમય સમય પર Google Oneના સબ્સ્ક્રિપ્શન પર ડિસ્કાઉન્ટ પણ ઑફર કરી શકીએ છીએ. આ ઑફરો પર યોગ્યતાના માપદંડ સહિત વધારાના નિયમો અને શરતો લાગુ થઈ શકે છે અને આવી કોઈપણ વધારાની શરતો તમને રિડીમ કરતા પહેલાં અથવા ખરીદી પહેલાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. લાગુ કાયદા દ્વારા પ્રતિબંધિત અથવા મર્યાદિત હોય ત્યાં ઑફરો રદબાતલ ગણાય છે.
કિંમતમાં ફેરફારો. અમે સમય સમય પર Google One સબ્સ્ક્રિપ્શન અથવા AI ક્રેડિટની કિંમતોમાં ફેરફાર કરી શકીએ છીએ, ઉદાહરણ તરીકે, ફુગાવો, લાગુ ટેક્સમાં ફેરફારો, પ્રમોશનલ ઑફરિંગમાં ફેરફારો, Google Oneમાં ફેરફારો અથવા વ્યવસાયિક જરૂરિયાતોમાં ફેરફારને પ્રતિબિંબિત કરવા માટે. Google One સબ્સ્ક્રિપ્શનની કિંમતમાં ફેરફારો માટે, આ ફેરફારો તમારી વર્તમાન ચુકવણી અવધિ પૂર્ણ થયા પછી અને નોટિસ પછી તમારી પાસેથી આગામી ચુકવણી બાકી હોય ત્યારે લાગુ થશે. તમારી પાસેથી શુલ્ક વસૂલવામાં આવે તે પહેલાં અમે તમને કિંમતમાં વધારો થયો હોવાની ઓછામાં ઓછી 30 દિવસની આગોતરી નોટિસ આપીશું. જો તમને 30 કરતાં ઓછા દિવસની આગોતરી નોટિસ આપવામાં આવે છે, તો આ ફેરફાર આગલી ચુકવણી પછીની ચુકવણીની નિયત તારીખ સુધી લાગુ થશે નહીં. જો તમે નવી કિંમતે તમારા Google One સબ્સ્ક્રિપ્શનને ચાલુ રાખવા ઇચ્છતા ન હો, તો તમે આ શરતોના રદ્દીકરણ વિભાગમાં વર્ણવ્યા મુજબ સબ્સ્ક્રિપ્શન રદ કરી શકો છો અને સબ્સ્ક્રિપ્શન માટે તમારી પાસેથી વધુ રકમ વસૂલવામાં આવશે નહીં, જો તમે હાલની બિલિંગ અવધિના અંત પહેલાં અમને સૂચિત કર્યું હોય. કિંમત વધી જાય અને તેના માટે સંમતિ લેવી જરૂરી હોય તેવા કિસ્સામાં જ્યાં સુધી તમે નવી કિંમત સાથે સંમત ન થાઓ, ત્યાં સુધી તમારું સબ્સ્ક્રિપ્શન રદ કરવામાં આવી શકે છે.
4. રદ્દીકરણ અને રિફંડ
રદ્દીકરણ અને કરાર પાછો ખેંચવો. જો તમે તમારું સબ્સ્ક્રિપ્શન રદ કરશો, તો તમે તમારી હાલની બિલિંગ અવધિના બાકીના સમય માટે Google Oneનો ઍક્સેસ જાળવી રાખશો, સિવાય કે તમે તાત્કાલિક અસરથી રદ કરવા માટે હકદાર હો અથવા મદદ કેન્દ્રમાં વધુ વર્ણવ્યા મુજબ રદ્દીકરણ અથવા કરાર પાછો ખેંચવાના અન્ય અધિકારો ધરાવતા હો. જો તમારી પાસે કરાર પાછો ખેંચવાનો અધિકાર હોય અને તમે તેનો ઉપયોગ કરવા ઇચ્છતા હો, તો તમે જે વિક્રેતા પાસેથી ખરીદી કરી છે તેમને સ્પષ્ટ સ્ટેટમેન્ટ આપીને પાછું ખેંચવાનો તમારો નિર્ણય જણાવવો જોઈએ. જો તમે કરાર પાછો ખેંચવાની અવધિ દરમિયાન સેવાઓનું પર્ફોર્મન્સ શરૂ કરવાની વિનંતી કરો છો, તો તમે તમારો કરાર પાછો ખેંચવાની જાણ વિક્રેતાને ન કરો ત્યાં સુધી પૂરી પાડવામાં આવતી સેવાઓના પ્રમાણમાં પ્રમાણસર રકમ ચુકવવાની જરૂર પડી શકે છે.
જો તમે Google Oneને સેવા ડિલીટ કરવાની સુવિધા મારફતે ડિલીટ કરવાનું પસંદ કરો છો, તો તમે સંમત થાઓ છો કે તમે તરત જ Google Oneની સેવાઓનો ઍક્સેસ ગુમાવી શકો છો. જો તમે તમારી બિલિંગ અવધિના બાકીના સમય માટે Google Oneની સેવાઓને જાળવી રાખવાનું પસંદ કરો, તો કૃપા કરીને Google Oneને ડિલીટ કરવાને બદલે તમારું સબ્સ્ક્રિપ્શન રદ કરો.
રિફંડ. જો તમે Google One સબ્સ્ક્રિપ્શન અથવા AI ક્રેડિટ ખરીદ્યા હોય, તો રિફંડ પૉલિસી લાગુ થશે. રિફંડની વિનંતી કરવા માટે તમે જે વિક્રેતા પાસેથી ખરીદી કરી છે તેમનો સંપર્ક કરવો પડશે. તમે લાગુ પડતા કાયદા હેઠળ કદાચ ઉપભોક્તાના અધિકારો ધરાવતા હોઈ શકો છે, જેને કરાર દ્વારા મર્યાદિત કરી શકાતા ન હોય. આ શરતો તે અધિકારોને મર્યાદિત કરતી નથી.
5. ગ્રાહક સેવા
Google Oneમાં Googleની કેટલીક સેવાઓ પર ગ્રાહક સેવાનો ઍક્સેસ શામેલ હોઈ શકે છે. જો ગ્રાહક સેવાની ટીમ તમારી વિનંતીમાં તમારી મદદ ન કરી શકે તો એવા કિસ્સામાં, અમે તમને લાગુ પડતી Googleની સેવાની ગ્રાહક સેવા પર ટ્રાન્સફર અથવા રીડાયરેક્ટ કરી શકીએ છીએ. જો તમારું Google One સબ્સ્ક્રિપ્શન રદ અથવા સસ્પેન્ડ કરવામાં આવે, તો તમારી વણઉકેલાયેલી ગ્રાહક સેવાની સમસ્યાઓને પણ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે અને તમારું સબ્સ્ક્રિપ્શન ફરી ચાલુ થાય તે પછી તમારે નવી ક્વેરી સબમિટ કરવી જરૂરી હોઈ શકે છે. ગ્રાહક સેવા વિશે વધુ માહિતી માટે કૃપા કરીને અમારા મદદ કેન્દ્રની મુલાકાત લો.
6. ફૅમિલી શેરિંગ
તમે તમારા Google One સબ્સ્ક્રિપ્શનથી તમારા ફૅમિલી ગ્રૂપ (“ફૅમિલી શેરિંગ”) સાથે અમુક લાભ શેર કરી શકો છો. જો તમે તમારા ફૅમિલી ગ્રૂપ સાથે કોઈપણ લાભ શેર કરવાની ઇચ્છા ધરાવતા ન હો, તો તમારે Google One માટે ફૅમિલી શેરિંગની સુવિધા બંધ કરવી પડશે અથવા તમારું ફૅમિલી ગ્રૂપ છોડી દેવું પડશે. માત્ર Google One પ્લાન મેનેજર જ Google One સબ્સ્ક્રિપ્શનમાં કુટુંબના સભ્યોને ઉમેરી શકે છે અને તેના પર ફૅમિલી શેરિંગની સુવિધા ચાલુ કે બંધ કરી શકે છે. ફૅમિલી શેરિંગની સુવિધા વિશે વધુ માહિતી માટે કૃપા કરીને અમારા મદદ કેન્દ્રની મુલાકાત લો.
જો તમે Google One પર ફૅમિલી ગ્રૂપનો ભાગ છો, તો તમારા ફૅમિલી ગ્રૂપના સભ્યો તમારા વિશે અમુક માહિતી જોઈ શકશે. ઉદાહરણ તરીકે, જો તમે Google One ફૅમિલી શેરિંગની સુવિધા ચાલુ કરેલી હોય એવા ફૅમિલી ગ્રૂપમાં જોડાઓ છો, તો ફૅમિલી ગ્રૂપના અન્ય સભ્યો (અને આમંત્રિત લોકો) તમારું નામ, ફોટો, ઇમેઇલ ઍડ્રેસ, તમે બૅકઅપ લીધેલા ડિવાઇસ, વાપરેલા AI ક્રેડિટ અને તમે કેટલી સ્ટોરેજ સ્પેસનો ઉપયોગ કરી રહ્યા છો તે જોઈ શકે છે. ફૅમિલી ગ્રૂપના સભ્યો એ પણ જોઈ શકે છે કે Google One સબ્સ્ક્રિપ્શનમાં સમાવિષ્ટ કેટલાક વધારાના લાભ કુટુંબના સભ્ય દ્વારા રિડીમ કરવામાં આવ્યા છે કે નહીં.
જો તમે તમારા ફૅમિલી ગ્રૂપમાં Google One પ્લાન મેનેજર છો અને તમે ફૅમિલી શેરિંગની સુવિધા બંધ કરો છો અથવા તમારું ફૅમિલી ગ્રૂપ છોડી દો છો, તો તમારા ફૅમિલી ગ્રૂપના અન્ય સભ્યો Google One સબ્સ્ક્રિપ્શનનો ઍક્સેસ ગુમાવશે. જો તમને તમારા Google One પ્લાન મેનેજર દ્વારા ફૅમિલી શેરિંગની સુવિધા મારફતે Google Oneનો ઍક્સેસ આપવામાં આવ્યો હોય, તો જો તમે તમારું ફૅમિલી ગ્રૂપ છોડી દો અથવા તમારા Google One પ્લાન મેનેજર દ્વારા ફૅમિલી શેરિંગની સુવિધા બંધ કરવામાં આવે કે પછી તેઓ ફૅમિલી ગ્રૂપ છોડી દે, તો તમે Google Oneનો ઍક્સેસ ગુમાવશો.
7. મોબાઇલમાં બૅકઅપ લેવાની અને રિસ્ટોર કરવાની સુવિધા
Google Oneમાં યોગ્ય મોબાઇલ ડિવાઇસ માટે વધુ સારી બનાવેલી ડેટા બૅકઅપ લેવાની અને રિસ્ટોર કરવાની કાર્યક્ષમતા (“બૅકઅપ અને રિસ્ટોર”) શામેલ હોઈ શકે છે. બૅકઅપ અને રિસ્ટોરની સુવિધાનો ઉપયોગ કરવા માટે Google Photos જેવી વધારાની ઍપ્લિકેશનના ઇન્સ્ટૉલેશન અને સક્રિયકરણની જરૂર પડી શકે છે. તમે Google One ઍપ્લિકેશનની અંદર કોઈપણ સમયે તમારા બૅકઅપ લેવાના અને રિસ્ટોર કરવાના વિકલ્પો બદલી શકો છો. જો તમારું Google One સબ્સ્ક્રિપ્શન સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવે, તો લાગુ Android બૅકઅપ પૉલિસીઓ અનુસાર, તમે ચોક્કસ સમયગાળા પછી બૅકઅપ અને રિસ્ટોર કરવાની સુવિધામાં સાચવેલા ડેટાનો ઍક્સેસ ગુમાવી શકો છો.